કચ્છના શિક્ષકએ Ebicycle મારફતે બનાવી ડિજિટલ મોબાઇલ શાળા


વાડીવિસ્તારમાં શિક્ષણ

ભુજ.

'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જો મન થી મક્કમ હોઈએ તો ગંભીર પરિસ્થિતિને પણ આપણે અવસર માં ફેરવી શકીએ છીએ. આવોજ એક કિસ્સો લોકડાઉંનની સ્થિતિમાં જોવા મળ્યો  છે .મહામારી દરમ્યાન સૌથી વધુ શિક્ષણ પર અસર વર્તાઈ હોવાનું શિક્ષણ વિદ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જે ચિંતાને ધ્યાને રાખીને બંદરીય શહેર માંડવી તાલુકાના વાડી વિસ્તાર બાગ ગામના શિક્ષકએ બાળકો માટે આદ્યુનિક ઈ સાઇકલ બનાવી વાડી વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણ પીરશી  ને મહામારી દરમ્યાન નવતર પ્રયોગ  કરવામાં આવ્યો છે જેમાં સફળતા મળી છે,શિક્ષક દ્વારા જાતે બનાવવામાં આવેલ હરતી ફરતી ઈ સાઇકલ ની પહેલ મહામારીના આ કપરા કાળમાં પ્રેરણા રૂપ બની રહી છે.

બાગ ગામની  હુંદરાઈ બાગ શાળાના પ્રાથમિક શિક્ષકે ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપવા માટે જાતે જ સાયકલને મોડીફાઈ કરીને ઈ સાયકલ બનાવી છે, જે સોલારથી પણ ચાલી શકે અને પેન્ડલ મારીને પણ ચલાવી શકાય, આ સાયકલમાં લેપટોપ અને સ્પીકરની પણ ગોઠવણી કરી છે જેના મારફતે બાળકોને ઘરે ઘરે શિક્ષણ આપે છે. 

મસ્કાના શિક્ષક દિપક મોતાએ ગુજરાતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી છે.કોરોના મહામારીના સમયગાળામાં શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ હતા અને હાલ કેટલીક શરતોને આધીન અમુક છૂટછાટ સાથે ચાલુ થયા છે પરંતુ હજી પણ કોરોનાના સંપૂર્ણપણે ગયો નથી આ કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવતા તેમણે હરતી-ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી છે. જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો..શિક્ષક દીપકભાઈ મોતા દ્વારા સામાન્ય સાયકલમાંથી ebicycle બનાવવામાં આવી છે . આ સાઈકલમાં હોર્ન, સાઈડ સિગ્નલ, હેડ લાઈટ, લીવર, USB ચાર્જિંગ પોઇન્ટ, બેટરી ઇન્ડિકેશન, સ્પીડોમીટર સાથે સાથે લેપટોપ રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ડિજિટલ મોબાઇલ શાળા આ ebicycle મારફતે બનાવવામાં આવી છે. આ સાયકલ પાછળ તેમને અંદાજિત 18000 થી 19000 રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ઉમેર્યું હતું.

બાળકોના શિક્ષણને લઈને હંમેશ ચિંતિત 

નોંધનીય છે કે અગાઉ દીપકભાઈ મોતા દ્વારા જ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને હરતી- ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. જેના દ્વારા બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવવા માં આવી હતું પરંતુ હાલ ચોમાસાની ઋતુમાં અનેક રસ્તાઓ પર ઝાડીઓ વધી જતાં અને રસ્તો સાંકડો હોતા કાર દ્વારા બાળકોને શિક્ષણ આપવા પહોંચી શકાય તેમ ના હોતા આ ebicycle વડે પહોંચવામાં સરળતા મળે છે .


પડકારને અવસરમાં બદલ્યો 

કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્તા નથી. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું હોય પણ હજુ ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં ફોન નેટવર્ક અને વીજળીનો અભાવ છે, તથા  વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ  થઇ , એવા મોટાભાગના વાલીઓ વહેલી સવારે ધંધાર્થે નીકળી જાય છે અને મોડી સાંજે ઘરે પરત આવે છે, જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં વંચિત રહી જાય છે સહિતની મુશ્કેલી પડી રહી છે. ત્યારે આવી વિડંબના ભરી પરિસ્થિતિમાંથી નજીકના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થી સહિત તાલુકાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળે તે હેતુસર આ ડિજિટલ મોબાઇલ શાળા શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું .


શાળા જાય છે વિદ્યાર્થીના દ્વારે 

બાળકો શાળામાં નથી જઈ શકતા પણ શાળા તો બાળકો પાસે જઈ શકે એ ઉદ્દેશ્ય સાથે કરાયેલા આ કામને શિક્ષણ વિભાગે પણ બિરદાવ્યું છે. ડિજિટલ મોબાઇલ શાળાએ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે.


આ અંગે વાલીઓ એ  જણાવ્યું હતું કે,આ ખુબ સારી વાત કહેવાય કે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે ઉદ્દેશયથી બાળકો માટે માટે મહેનત કરી રહ્યા છે અને સાયકલ ઉપર શિક્ષણ આપે છે તે ગૌરવની વાત કહેવાય. અને આવું પ્રથમ વખત જોયું છે કે સાયકલ ઉપર શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

Post a Comment

0 Comments